કંટેન્ટ(લખાણ) પર જાઓ

તમારી સંસ્થા

તમારી સંસ્થાએ તમારા માટે People Intouch B.V. (‘આપણે’, ‘અમે’, ‘અમારા’) દ્વારા તૈયાર કરવામાં આવેલ SpeakUp® સંચારનું સાધન ઉપલબ્ધ કરાવવાનું પસંદ કર્યું છે.

People Intouch B.V. યુરોપીય સંઘ (EU) માં સ્થિત નેધરલેંડ્સમાં આવેલ છે અને તેથી અમે EU GDPR (જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન) માટે પ્રતિબદ્ધ છીએ, જે વિશ્વના સૌથી વ્યાપક વ્યક્તિગત ડેટા સંરક્ષણ નિયમોમાંનું એક છે.

તમે તમારી સંસ્થા સાથે વાતચીત કરવા માટે SpeakUp® નો ઉપયોગ કરશો ત્યારે આ ગોપનીયતા વિધાન તમને લાગુ પડશે.

SpeakUp® વિશે

SpeakUp® મારફતે તમે રિપોર્ટ મોકલી શકો છો અને તમારી સંસ્થા સાથે SpeakUp® ના વાતાવરણમાં સુરક્ષિત અને સલામત વાતચીત શરૂ કરી શકો છો.

તમારી સંસ્થા SpeakUp® મારફતે તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા માટે જવાબદાર છે અને ડેટાના નિયંત્રક રહેશે. જો તમને SpeakUp® અંગે અને તમારા વ્યક્તિગત ડેટા પર કેવી રીતે પ્રક્રિયા કરવામાં આવશે તે અંગે કોઈ પ્રશ્નો હોય, તો કૃપા કરીને તમારી સંસ્થાનો સંપર્ક કરો અથવા તેમની SpeakUp નીતિ અને/અથવા ગોપનીયતા નીતિ તપાસો. People Intouch એ ડેટા પર પ્રક્રિયા કરે છે અને અમે આ ભૂમિકાને ગંભીરતાપૂર્વક લઈએ છીએ. આનો અર્થ એવો થાય છે કે તમારી સંસ્થા સાથે વાતચીત કરવાની શ્રેષ્ઠ સંભવિત સલામત રીત અમે તમને પ્રદાન કરીએ છીએ.

તમારી ગોપનીયતા અમારા માટે મહત્વપૂર્ણ છે. અમે ઈચ્છીએ છીએ કે તમે SpeakUp® નો ઉપયોગ કરતી વખતે સલામતી અનુભવો અને તમને નીચેની બાબતોની જાણ કરવા માંગીએ છીએ:

સંવેદનશીલ ડેટા

SpeakUp® નો હેતુ જાતિ, આરોગ્ય વિષેની માહિતી, રાજકીય મંતવ્યો, દાર્શનિક માન્યતાઓ (ધાર્મિક અથવા નાસ્તિક વગેરે), જાતીય અભિગમ અથવા કાનૂની ઇતિહાસ જેવા સંવેદનશીલ વ્યક્તિગત ડેટાને સંચાર કરવાનો નથી. SpeakUp® નો ઉપયોગ કરતી વખતે અમે તમને આ બાબતો ધ્યાનમાં લેવાની વિનંતી કરીએ છીએ.

સગીર

જો તમે સગીર હો, અને SpeakUp® નો ઉપયોગ કાયદેસર રીતે જરૂરી હોય તો, તમારી સંસ્થાને તમારા માતાપિતા અથવા વાલીઓની સંમતિ મેળવવાની જરૂર પડશે.

આ કેવી રીતે કામ કરે છે

SpeakUp® મારફતે મોકલેલ રિપોર્ટનું શું થાય છે?

રિપોર્ટની સામગ્રી તમારી સંસ્થા સાથે શેર કરવામાં આવે છે અને તમારી સંસ્થા SpeakUp® પાસે જે હેતુ પૂરો કરાવવા માંગે છે માત્ર એવા જ હેતુઓ માટે તેનો ઉપયોગ અને પ્રક્રિયા કરવામાં આવશે. રિપોર્ટ્સ તમારી સંસ્થા સાથે હંમેશા લેખિત સ્વરૂપમાં જ શેર કરવામાં આવે છે. ઑડિયો રિપોર્ટ્સ શેર કરવામાં આવે તે પહેલાં તેને ટ્રાંસ્ક્રાઇબ કરવામાં આવે છે, અને ઑડિઓ ફાઇલ આપમેળે કાઢી નખાય છે. તમે SpeakUp® માટે ઇમેઇલ સૂચનાઓ અથવા પુશ નોટિફિકેશન્સ સક્ષમ કરી શકો છો. તમે તમારા ઉપકરણના સેટિંગ્સ મારફતે કોઈપણ સમયે SpeakUp® મોબાઇલ એપ્લિકેશન માટે પુશ નોટિફિકેશન્સ અક્ષમ કરી શકો છો. SpeakUp® મારફતે મોકલેલ રિપોર્ટનું શું થાય છે તેના પર વધુ વિગતો માટે તમારી સંસ્થાની SpeakUp નીતિ અને/અથવા ગોપનીયતા નીતિ તપાસો.

અનામીપણું

SpeakUp® મારફતે રિપોર્ટ મોકલતી વખતે, તમે તમારી સંસ્થા સાથે તમારી ઓળખ શેર કરી શકો છો અથવા અનામી રહેવાનું નક્કી કરી શકો છો. જો તમે તમારા રિપોર્ટમાં વ્યક્તિગત વિગતો શેર કરશો, તો રિપોર્ટ હેન્ડલ કરતી વખતે તમારી સંસ્થા દ્વારા તેના પર પ્રક્રિયા કરવામાં આવશે.

SpeakUp® નો ઉપયોગ કરતી વખતે વ્યક્તિગત ડેટા પર શા માટે પ્રક્રિયા કરવામાં આવે છે?

SpeakUp® મારફતે વ્યક્તિગત ડેટા પર પ્રક્રિયા જરૂરી છે:

કયા ડેટા પર પ્રક્રિયા કરવામાં આવે છે?

તમે પ્રદાન કરેલ ચોક્કસ ડેટા SpeakUp® નો ઉપયોગ કરતી વખતે આપમેળે એકત્રિત કરવામાં આવે છે અને તમારી સંસ્થા સાથે શેર કરવામાં આવતો નથી. આ ડેટાની પ્રક્રિયા તમને SpeakUp® ની તમામ કાર્યક્ષમતાઓ પ્રદાન કરવા માટે, પ્રમાણીકરણ હેતુઓ માટે, નોટિફિકેશન હેતુઓ માટે (જો સક્ષમ હોય; દા.ત. તમારું ઇમેલ સરનામું), તમારા ઉપકરણ સાથે સુરક્ષિત કનેક્શન સ્થાપિત કરવા અને સુરક્ષાના જોખમો અથવા અન્ય દૂષિત પ્રવૃત્તિને રોકવા અને શોધવા માટે કરવામાં આવે છે. આ માહિતીનો ઉપયોગ ક્યારેય અન્ય કોઈ હેતુ માટે કરવામાં આવશે નહીં અને જ્યાં સુધી દૂષિત પ્રવૃત્તિના સ્થાપિત કૃત્યને કારણે આ સમયગાળો લંબાવવામાં ન આવે ત્યાં સુધી ઇચ્છિત હેતુ માટે જરૂરી હોય ત્યાં સુધી જ સાચવવામાં આવશે.

ડેટાની સુરક્ષા

People Intouch એ તમારા વ્યક્તિગત ડેટાના નુકસાન, દુરુપયોગ અથવા ફેરફારને રોકવા માટે વ્યાપક પગલાં લીધાં છે. આ તમામ ડેટા SpeakUp® વેબ અને SpeakUp® મોબાઇલ એપ્લિકેશન મારફતે ટ્રાન્સમિટ કરવામાં આવે ત્યારે એન્ક્રિપ્ટ કરવામાં આવે છે. 

કૂકીઝ

SpeakUp® વેબની મુલાકાત લેતી વખતે, સત્રની કૂકીઝનો ઉપયોગ સુરક્ષિત સંચાર પ્રદાન કરવા માટે થાય છે. આ સત્રનો કૂકી ડેટા બે (2) કલાક પછી કાઢી નાખવામાં આવશે. તમે કૂકીઝ કાઢી નાખવા માટે, અક્ષમ કરવા માટે અથવા બ્લોક કરવા માટે તમારા બ્રાઉઝર સેટિંગ્સનો ઉપયોગ કરી શકો છો.

ફેરફારો

People Intouch તમને શક્ય તેટલી યોગ્ય રીતે માહિતગાર કરવા માંગે છે અને સમયાંતરે આ ગોપનીયતા વિધાનમાં સુધારો અને ફેરફાર કરી શકે છે.

તમારા અધિકારો શું છે?

તમારા વ્યક્તિગત ડેટાની પ્રક્રિયા કરવા અને લાગુ પડતા ડેટા સુરક્ષા કાયદાઓનું પાલન કરતા તમારા અધિકારોની ખાતરી કરવા માટે તમારી સંસ્થા જવાબદાર છે. તમારી સંસ્થા દ્વારા વ્યક્તિગત ડેટા પર થતી પ્રક્રિયા અને તમારા ડેટા સંરક્ષણ અધિકારો પર વધુ માહિતી માટે કૃપા કરીને તમારી સંસ્થાની SpeakUp નીતિ અને/અથવા ગોપનીયતા નીતિ તપાસો.

છેલ્લે 12 જુલાઈ 2022ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો

***